જો કોઇ તમારુ દિલ દુભાવેતો ખોટું ના લગાડતા,
પ્રકૄતિનો નિયમ છે,
કે જે ઝાડ પર વધારે મીઠા ફળ હોય તેને વધારે પત્થર ખાવા પડે છે..
🙏🏻Jay Shree Krishna 🙏🏻
💐Have a great day💐
🍁🌿₲๑๑d 🌴ℳ๑®ทïทg🌿🍁
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા , અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે , માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો . જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય ! જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે , પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે . દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ , કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો . ----------------------------------------------------------------------------------------...
સડકને કાંઠે વાણિયા ની દુકાન હતી . તેની સામે જ એક મોટી કંપનીનો નવો સ્ટોર ખુલ્યો , બૅનર માર્યુ: *"ઘી ૩૦૦ રૂ.કીલો"* બીજા દિવસે વાણિયાએ બેનર માર્યુ.... *" ઘી ૨૮૦ રૂ.કીલો"* *આગલા દિવસે સ્ટોર વાળાએ ૨૬૦/- રૂનું બૅનર માર્યુ તો વાણિયા એ ૨૪૦/- રૂપિયા નું બૅનર માર્યું ...* આ કાયમની હરીફાઈ જોઈને એક સજ્જન ભાઈ વાણિયા ભાઈ પાસે જઈને સમજાવવા મંડ્યા કે - *"ભાઈ ઈ મોટી કંપની છે તું ગમે તેટલું નુકશાન કરીશ ને તો પણ લાંબો સમય એની સામે ટકી નહીં શકે ... "* વાણિયાએ સજ્જન સામું પગથી માથા સુધી જોઈને કીધુ : *અમે ઘી રાખતા જ નથી!* એ વાણીયો અમિત શાહ ના નામ થી ઓળખાય છે આજે..
‘શોપિંગ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું લગભગ દરેક શ્રીમતીજી માને છે. કોલેજમાં આજ કાલ જેમ રોઝ ડે, પિન્ક ડે, બ્લેક ડે જેવા ડે ઉજવાય છે એમ અમારા ઘરમાં પણ જુદા-જુદા ડે જેવા કે સાફસૂફી ડે, કચરાપોતાં ડે, દિવાળીમાં માળિયા ડે જેવા જુદા જુદા ડે ઉજવાય. ફરક એટલો જ કે આ બધામાં મુખ્ય રોલ મારે પ્લે કરવાનો હોય. વળી, શોપિંગ ડે પણ એમાંનો એક જ. શોપિંગ ડે એટલે કે મારા માટે ખિસ્સા ખાલી કરવાનો ડે! પણ શું કરીએ? આપણે તો ‘હસબન્ડ’ એટલે તો કંઈ બોલાય જ નહીં. ‘હસ’ કહે તો હસવાનું, ‘બંધ’ કહે તો બંધ. અમારા રાજુકાકા અંગ્રેજી શબ્દ WIFE ને કાયમ Wories invited for ever એમ કહ્યા કરે. ગમે તે હોય પણ શોપિંગ કર્યા વગર કંઈ થોડું ચાલે? પછી ભલે ને એમાં મુખ્ય રોલ આપણો ન હોય! માંડ માંડ બચાવેલાં પૈસામાંથી હું અને બટુક આજે ૬થી૯માં જવાનું આયોજન કરતા જ હતા ત્યાં સવારમાં જ શ્રીમતીજીનો હુકમ છૂટ્યો, “જુઓ પેલી હંસાની છોડીનું લગ્ન આવતા અઠવાડિયે આવશે, પેલા પરેશભાઈની છોકરાની સગાઈ પણ છે અને પાછું ઘણા વખતથી…” “હંહં… તે ચોક્કસ જઈ આવશું સગાઈ ને લગ્ન બંનેમાં. બસ. હું એવુ હશે તો રજા પણ લઈ લઈશ.” “સાંભળો તો ખરા હવે, વચ્ચે બોલ બોલ કર્યા...
Comments
Post a Comment