Nasib


 
 
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી   હોતા ,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
 
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે , માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો .

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે .
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ , કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
પુરુષને પરાજિત કરવો હોય તો એના   અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી   હોય તો એની પ્રશંસા કરો !!
----------------------------------------------

તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!
-----------------------------------------------
દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે   કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે   !!
-----------------------------------------------
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને   જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
------------------------------------------------
પુરુષને મહાત   કરી શકે એવી   બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે   ત્યારે   રડી   શકે   છે   !!!!!
--------------------------------------------------------------         
આખી જીંદગી આંકડા તમે માંડો અને  
છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ   !
 


Comments

Popular posts from this blog

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ