‘શોપિંગ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું લગભગ દરેક શ્રીમતીજી માને છે. કોલેજમાં આજ કાલ જેમ રોઝ ડે, પિન્ક ડે, બ્લેક ડે જેવા ડે ઉજવાય છે એમ અમારા ઘરમાં પણ જુદા-જુદા ડે જેવા કે સાફસૂફી ડે, કચરાપોતાં ડે, દિવાળીમાં માળિયા ડે જેવા જુદા જુદા ડે ઉજવાય. ફરક એટલો જ કે આ બધામાં મુખ્ય રોલ મારે પ્લે કરવાનો હોય. વળી, શોપિંગ ડે પણ એમાંનો એક જ. શોપિંગ ડે એટલે કે મારા માટે ખિસ્સા ખાલી કરવાનો ડે! પણ શું કરીએ? આપણે તો ‘હસબન્ડ’ એટલે તો કંઈ બોલાય જ નહીં. ‘હસ’ કહે તો હસવાનું, ‘બંધ’ કહે તો બંધ. અમારા રાજુકાકા અંગ્રેજી શબ્દ WIFE ને કાયમ Wories invited for ever એમ કહ્યા કરે. ગમે તે હોય પણ શોપિંગ કર્યા વગર કંઈ થોડું ચાલે? પછી ભલે ને એમાં મુખ્ય રોલ આપણો ન હોય! માંડ માંડ બચાવેલાં પૈસામાંથી હું અને બટુક આજે ૬થી૯માં જવાનું આયોજન કરતા જ હતા ત્યાં સવારમાં જ શ્રીમતીજીનો હુકમ છૂટ્યો, “જુઓ પેલી હંસાની છોડીનું લગ્ન આવતા અઠવાડિયે આવશે, પેલા પરેશભાઈની છોકરાની સગાઈ પણ છે અને પાછું ઘણા વખતથી…” “હંહં… તે ચોક્કસ જઈ આવશું સગાઈ ને લગ્ન બંનેમાં. બસ. હું એવુ હશે તો રજા પણ લઈ લઈશ.” “સાંભળો તો ખરા હવે, વચ્ચે બોલ બોલ કર્યા...