Posts

Showing posts from February, 2017

વ્હાલ નો દરિયો

મહેકતા ફૂલ નથી મારી પાસે, કાગળો ની કહાની મોકલું છું. મીઠું અમૃતજળ નથી મારી પાસે, વ્હાલ નો દરિયો મોકલું છું. સંબંધો ની સજ્જતા નથી મારી પાસે, આંખો ની રોશની મોકલું છું. સાચા મોટી તો નથી મારી પાસે, બસ એક ખુશી નો પલ મોકલું છું. આ તો છે શબ્દો ની કહાની, શબ્દો નથી મારી પાસે, એક “અનેરી” આશ મોકલું છું – અંકિતા છાંયા( અનેરી)

શું ફરિયાદ કરવી?

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો, ફૂલ ને શું ફરિયાદ કરવી? જયારે કલમ રિસાઈ જાય તો, શબ્દો ને શું ફરિયાદ કરવી? જયારે પવન રિસાઈ જાય તો, શ્વાસ ને શું ફરિયાદ કરવી? જયારે ધબકારા રિસાઈ જાય તો, દિલ ને શું ફરિયાદ કરવી? જયારે નસીબ રિસાઈ જાય ‘અનેરી’ તો ભગવાન ને શું ફરિયાદ કરવી? – અંકિતા છાંયા ‘અનેરી’

કોને ખબર છે?

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ રહેવાની હોડમાં ટાંટિયાખેંચ છે બધે… આગળ રહીને પણ કોને શું મેળવવું છે કોને ખબર છે?? -જયંત ધોળકિયા (પોરબંદર)

મિત્રતા

કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં, વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું "શું કીમત છે સંબંધ ની ? " દુકાનદારે કહ્યું : કયો લેશો ? માણસાઈ નો ...

એક કડવી વાસ્તવીકતા

અેક કરતા વધુ કાગળ (પેપર્સ) ને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે. એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખુંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે. સાહેબ, કયાર...

રવિવાર

એક સસલુ પોતાના જીવન કાળ મા ખુબ દોડે છે કુદે છે મસ્તી કરે છે છતાં 15 વર્ષ જ જીવે છે . જયારે એક કાચબો કાંઈ કરતો નથી ને આરામથી રહે છે છતાં 300 વર્ષ જીવે છે . #જ્ઞાન કસરત જાય તેલ લેવા રજાઇ ...

સમજી શકું છ

સમજી શકું છું તને છતાંય હું નાસમજ રહું છું, ભાંગી પડે નહીં તું મને જોઈને એટલે જ તો તારાથી દૂર રહું છું..!!

સમયની અછત

સમયની અછત તો ઈશ્વર ને પણ હતી, પણ ફુરસદ લઇ ને ઈશ્વરે તમને બનાવ્યા, ખ્યાલ આવ્યો હશે એમને મારી એકલતાનો, એટલે જ તો નસીબે તમને અમારી સાથે મિલાવ્યા.

Friendship

🎀કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ,✔ સૌની આંખ ના પાણી ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ, 😢😊 દોસ્તી માં શુ વળી માન-અપમાન બસ સૌના દિલમાં રહેતા આવડવું ...

મિત્રતા

મીઠાશ ન હોયતો માણસ તો શું કીડી ઓ પણ નથી આવતી સાહેબ જીદંગી મા સુખી થવુ હોય તો..... મિત્રોને સાચવતા શીખો , વાપરતા નહી........ 🙏Good Morning 🙏        જય શ્રી કૃષ્ણા

એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના એ જ છે. – દર્શક આચાર્ય

રાખે છે મને

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે મને એટલે ઘોર્યા કરું છું રાતદિ’ નિત્ય હિલ્લોળીને રાખે છે મને – હરકિસન જોષી

Nasib

    સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી   હોતા , અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા   વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે , માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો . જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય ! જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે , પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે . દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ , કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો . ----------------------------------------------------------------------------------------...